About

શેઠ અમુલખ વિદ્યાલય વિશે

શાળાકીય ઇતિહાસ :

સતત સર્વગ્રાહી સર્વાંગી વિકાસ જ્યાં મળે તે છે શાળા. આવા ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને જુન ૧૯૮૭થી આ શાળા શરુ કરવામાં આવી. શાળાની આસપાસ સ્લમ એરિયા હોવાથી બાળકોના વિકાસનું સ્તર પણ થોડું નીચું હતું. પણ આ સ્તરને વિકાસના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચાડવા માટેની કઠિન મહેનત શાળાના આચાર્યશ્રી નીતાબેને કરી. ધીમે-ધીમે બાળકોને જ રસ પડે તેવી વિવિધ રસમય, જ્ઞાનમય અને અર્થસભર પ્રવૃત્તિઓ દ્વારા બા. વિ. થી ધો. ૧૨ (સામાન્ય પ્રવાહ) નું સુંદર માળખું એવી રીતે ગોઠવ્યુ છે કે બાળકનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થઈ શકે.

શાળાની વિશિષ્ટતાઓ :

 • શાંત રમણીય વિસ્તારમાં સંપૂર્ણ હવા ઉજાસની સુવિધાવાળુ મકાન, વિશાળ મેદાન
 • અદ્યતન શૈક્ષણિક સાધનો તથા કાર્યશીલ, નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય
 • અભ્યાસક્રમ પ્રમાણે પખવાડિક પરીક્ષાનું આયોજન
 • દિવાળી ગૃહકાર્ય તેમજ કોચિંગ કાર્ય પ્રથમ, બીજી અને વાર્ષિક તથા સ્વાધ્યાય પાત્રોનું આયોજન
 • મા. વિ. માં કોમ્પુટર તાલીમ
 • ધો. ૧૦-૧૨ માં કોચિંગ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ સતત ઊંચું લઈ જવાનો પ્રયાસ / મહાવરા કસોટીનું સુંદર આયોજન
 • ધો. ૮ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને બૂક બેંક દ્વારા વિનામુલ્યે પાઠ્ય પુસ્તક સેટની સુવિધા
 • વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને શાળા તરફથી ઇનામ દ્વારા પ્રોત્સાહન
 • કૅરિયર કાઉન્સેલિંગ દ્વારા વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલી સફળ વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવી અભ્યાસ કરવામાં આવ્યો છે
 • વાર્ષિક નાના-મોટા પ્રવાસ, વિશિષ્ટ સ્થળ મુલાકાત દ્વારા બાળ આનંદ તેમજ બૌદ્ધિક વિકાસનું આયોજન
 • શિક્ષણ દત્તક પદ્ધતિ દ્વારા દરેક વિદ્યાર્થીઓ પર વ્યક્તિ ધ્યાન અપાય છે
 • બા. વિ. માં અદ્યતન પદ્ધતિ દ્વારા ગણિત, ગુજરાતી, સા. જ્ઞા. , ચિત્ર, સંગીત વગેરે વિષયોનું રમતાં રમતાં આપવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે
 • પ્રા. વિ. ના બાળકોનું મેડિકલ ચેક-અપ તથા વિવિધ મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે

સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમત-ગમત ક્ષેત્રે :

સાંસ્કૃતિક અને રમત-ગમત પ્રવૃત્તિ એ શિક્ષણનો એક પુરક ભાગ છે. શિક્ષણની સાથે સાથે આપના બાળકમાં સાંસ્કૃતિક, કલા ક્ષેત્રે તેમજ રમત-ગમત ક્ષેત્રે બૌદ્ધિક, શારીરિક અને માનસિક ખેલદિલીની ભાવના જાગૃત થાય તે માટે શાળા સતત પ્રયત્નશીલ રહે છે.

 • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવાતી ચિત્ર પરીક્ષા, હિન્દી પ્રચારક સમિતિ દ્વારા લેવાતી હિન્દી પરીક્ષા, બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષાઓ જેવી બાહ્ય પરીક્ષાઓ આપવામાં આવે છે.
 • જીલ્લા અને રાજ્ય કક્ષાએ યોજેલ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકની આંતરિક શક્તિઓ ખીલવવાનો પ્રયત્ન.
 • રમત-ગમતના અદ્યતન સાધનો અને વિશાળ મેદાન
 • આંતર શાળાકીય, રાજ્યકક્ષાએ યોજેલી નિબંધસ્પર્ધા, ચિત્રસ્પર્ધા, વિજ્ઞાન મેળો, શિબિરો, સાંસ્કૃતિક તેમજ રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવડાવાય છે.
 • નાગરિકતાના પાઠ શીખવતી વિવિધ વિદ્યાર્થી સમિતિ દ્વારા સ્કાઉટ ગાઈડની સેવા અને શિસ્તમય પ્રવૃત્તિ
 • સમાચાર, સુવિચાર, જ્ઞાન-વિજ્ઞાન, બુલેટિન બોર્ડ જેવી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને સક્રિય પ્રોત્સાહન
 • બોર્ડ દ્વારા આયોજિત પ્રખરતા શોધ કસોટી, પ્રતિભા ખોજ કસોટીનું સુંદર આયોજન